ધોરણ :- 3 થી 8 માં સામયિક મૂલ્યાંકન (PAT) તેમજ પ્રથમ સત્રાંત (SAT) પરીક્ષા આયોજન બાબત.
ઉપરોકત વિષય અને સદર્ભે અન્વયે વર્ષ 2023-24 માટે રાબેતા મુજબ ધોરણ - 3 થી 8માં સામયિક મૂલ્યાંકન તથા પ્રથમ સત્રાંત પરીક્ષા અંગેનું આયોજન નીચે મુજબ પ્રમાણે કરવામાં આવેલ છે. આ અંગે નીચેની સૂચનાઓને ધ્યાને રાખી આપના તાબા હેઠળની શાળાઓને જાણ કરવા અને આગળની ઘટિત કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે.
પ્રથમ સત્ર (First Semester) અને દ્વિતીય સત્ર (Second Semester) સામયિક મૂલ્યાંકન 6 થી 8 પરિશિષ્ટ - 2 મુજબ નિયત થયેલ કાર્યક્રમ (Program) સંદર્ભપત્ર 1 અને 2 અન્વયે સદર મૂલ્યાંકનનો અમલ રાજ્યની તમામ માધ્યમની સરકારી , ગ્રાન્ટેડ તેમજ સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં કરવાનો રહેશે. પ્રથમ અને દ્વિતીય સત્ર સામયિક મૂલ્યાંકન તેમજ પ્રથમ સત્રાંત પરીક્ષાનું સમયપત્રક (Time Table) ઉપરોકત પરિશિષ્ટ મુજબ આ સાથે સામેલ છે.
૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન તેમજ પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન બાબત. પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો
ડેટા એન્ટ્રી અંગેની સૂચનાઓ Samagra Shiksha , State Project Office , Gandhinagar દ્વારા આપવામાં આવશે. પ્રથમ સત્રાંત પરીક્ષા માટે જૂન થી ઓક્ટોબર ફાળવણી GCERT ની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
0 Komentar untuk "ધોરણ :- 3 થી 8 માં સામયિક મૂલ્યાંકન (PAT) તેમજ પ્રથમ સત્રાંત (SAT) પરીક્ષા આયોજન બાબત."