Job AlertCLICK ON WHATSAPP SYMBOL TO JOIN US ON WHATSAPP! Save "9574844414" as Education New. Now, send "Add Me" & "Your Name" Job Alert

Latest Post

ગુણોત્સવ ૨.૦ માટે નવી ગ્રેડ પદ્ધતિ અને માર્ગદર્શિકા | Gunotsav 2.0

ગુણોત્સવ ૨.૦ માટે નવી ગ્રેડ પદ્ધતિ અને માર્ગદર્શિકા | Gunotsav 2.0


સ્કૂલ એક્રેડિટેશન પ્રોગ્રામ, ગુણોત્સવ 2.0 તરીકે પણ ઓળખાય છે, જે શાળા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વની પહેલ છે. આ કાર્યક્રમનો હેતુ તમામ શાળાઓમાં સ્થાપિત ધોરણો મુજબ શાળાઓનું મૂલ્યાંકન કરવાનો અને શાળાને ગુણવત્તા સુધારણા માટે મદદ પૂરી પાડવાનો / સુધારણા માટેના ક્ષેત્રો ઓળખવાનો છે. જેનાથી શાળા વિકાસ યોજના (SDP) વિકસાવવામાં શાળાઓને મદદ મળશે અને શાળાના શૈક્ષણિક પાસાઓમાં સુધારણાને સુનિશ્ચિત કરવા માટે તેને અનુસરવામાં આવશે. ગુણોત્સવ 2.0 એક ગતિશીલ અને સમગ્ર વર્ષ દરમિયાન ચાલનાર પ્રક્રિયા છે, જે શાળાઓની ગુણવત્તા પર ધ્યાન રાખશે.

શાળા એક્રેડિટેશન પ્રક્રિયામાં સ્કૂલ ઇન્સ્પેકટર્સ (SI) નિર્ણાયક વ્યક્તિ હશે જે સુનિશ્ચિત કરશે કે તેને તેણીને સોંપાયેલ બધી શાળાઓનું ઇન્સ્પેકશન / મૂલ્યાંકન તટસ્થતાથી અને નક્કી થયેલ પ્રક્રિયા મુજબ થાય. આ પ્રક્રિયા યોગ્ય રીતે થઇ શકે તે માટે સ્કૂલ ઇન્સ્પેકટર્સ (SI) એ શાળામાં કેવી રીતે કામગીરી કરવાની છે અને કઇ કઇ બાબતો ચકાસવાની છે તેની વિગતો અત્રે આપવામાં આવી છે.

 સ્કૂલ ઇન્સ્પેક્ટરર્સની આચારસંહિતા સ્કૂલ ઇન્સ્પેકટર્સ (SIS) દ્વારા લેવામાં આવનારી જવાબદારીઓને ધ્યાનમાં લેતા, તે મહત્વપૂર્ણ છે કે તેઓ શાળામાં ચુસ્તપણે આચાર સંહિતાનું પાલન કરે. આ પ્રક્રિયામાંથી નિષ્પક્ષ અને સચોટ પરિણામ સુનિશ્ચિત કરવા સંદર્ભે સ્કૂલ ઇન્સ્પેકટર્સ (SIs) દ્વારા આપવામાં આવેલ આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે જરૂરી છે.બધા SIs એ નીચે મુજબની આચાર સંહિતાને ચુસ્તપણે અનુસરવાની રહેશે.

Gunotsav 2.0 નવી ગ્રેડ પદ્ધતિ 2023 ની pdf :- અહીં ક્લિક કરો

Gunotsav 2.0 માટે નવી ગાઇડલાઇન :- અહીં ક્લિક કરો

Tag : GUNOTSAV
0 Komentar untuk "ગુણોત્સવ ૨.૦ માટે નવી ગ્રેડ પદ્ધતિ અને માર્ગદર્શિકા | Gunotsav 2.0"
Back To Top