દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિશેષ આપવા બાબત તેમજ મૂલ્યાંકન બાબત લેટેસ્ટ પરિપત્ર


દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિશેષ આપવા બાબત તેમજ મૂલ્યાંકન બાબત લેટેસ્ટ પરિપત્ર

દિવ્યાંગ વિદ્યાર્થીઓને દિવ્યાંગજન અધિકાર અધિનિયમ-2016ની જોગવાઈ અનુસાર મૂલ્યાંકનમાં વિશેષ સવલતો આપવા અંગે

પ્રાથમિકશાળાના દિવ્યાંગ વિદ્યાર્થીઓને ‘દિવ્યાંગજન અધિકાર અધિનિયમ, 2016 (2018 નો 49)’ની જોગવાઈ અનુસાર દિવ્યાંગ વિદ્યાર્થીઓ સક્ષમ સત્તાધિકારી દ્વારા અપાયેલું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રજૂ કરે તો તેમની જરૂરિયાત અને વાજબીપણા મુજબ વિશેષ સવલતો આપવાની રહેશે. દિવ્યાંગતા કે લર્નિંગ ડીસએબિલિટી કોને ગણવી તે અંગે આરોગ્ય વિભાગ દ્વારા જે નિયમો બનાવવામાં આવેલા હોય તે અનુસાર સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી લર્નિંગ ડીસેબિલિટી ધરાવતા દિવ્યાંગોને નીચે મુજબની વિશેષ સવલતો આપવાની રહેશે. આ પરિપત્રના અમલ માટે દિવ્યાંગ એટલે સંપૂર્ણ દૃષ્ટિહીન, અલ્પદૃષ્ટિ, બધિરોધ, શ્રવણક્ષતિ, વાકક્ષતિ, અસ્થિવિષયક, માનસિક બીમારી, સ્પેસીફીક લર્નિંગ डीसचेबिलिटी (Dyslexia. Dysgraphia, Dyscalculia, Dyspraxia and Developmental aphasia), सेरील પલ્સી (CP), ઓટીઝમ, બહુદિવ્યાંગતા. મટી ગયેલો રક્તપિત, ઠીંગણાપણું, મંદબુદ્ધિ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, ક્રોનિક न्यूरोलो१७४८, Multiple sclerosis, Thalassemia, Haemophilia, Sickle cell disease, মিऽना कुमलानो लोग બનેલ, Parkinson’s disease ધરાવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. ‘દિવ્યાંગજન અધિકાર અધિનિયમ, 2016 (2018 નો 49% ની જોગવાઈ અનુસાર તેમજ નેશનલ એજ્યુકેશન પોલીસી-૨૦૨૦ (પાર્ટ-૧ પ્રકરણ-૬) તેમજ NCFSE-2023 (પાર્ટ-B પ્રકરણ-૪) માં મૂલ્યાંકન સબબ કરેલ ભલામણ અન્વયે પ્રાથમિક શાળાઓમાં નીચેની બાબતોનો અમલ કરવાનો રહેશે.

(૧) પરીક્ષા સમયમાં છૂટછાટ દિવ્યાંગ વિદ્યાર્થીઓને ધોરણ ૩ થી ૮માં શાળાકક્ષાએ લેવાનાર તમામ લેખિત પરીક્ષાઓમાં ત્રણ કલાકના પ્રશ્નપત્રમાં વધારાનો સમય અડધો કલાક (૩૦ મિનિટ) અથવા બે કલાકની પરીક્ષામાં વધારાની વીસ મિનિટ મળી શકશે કોઇપણ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ સ્વબળે પોતે જ લેખિત પરીક્ષામાં ઉત્તરો લખે અને લહિયાની મદદ ન લે અથવા લહિયાની મદદ લે તો પણ શાળાકીય લેખિત પરીક્ષામાં ત્રણ કલાકના પ્રશ્નપત્રમાં વધારાનો અડધા કલાકનો અથવા બે કલાકની પરીક્ષામાં વીસ મિનિટનો સમય મેળવવા હકદાર રહેશે.

સેરીબલ પાલ્સી (CP), Intellectual Disability (બૌદ્ધિક મંદતા), ઓટીઝમ, લર્નીંગ ડિસેબિલિટી, પાર્કીનશન તથા બહુ દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને ઉપરોક્ત ૩૦ મિનિટ અથવા ૨૦ મિનિટ ઉપરાંત વધારાની ૧૫ મિનિટનો સમય આપવાનો રહેશે.

(૨) ઉત્તીર્ણતાનું ધોરણઃ

મૂલ્યાંકનમાં ઉત્તીર્ણ થવાના માપદંડો અન્ય કોઇરીતે નિયત કરવામાં આવ્યા હોય તો પણ કોઇ પણ પ્રકારની એક કે એકથી વધારે દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે ઉત્તીર્ણતાનું ધોરણ ૨૦ ટકા રહેશે. ઉત્તીર્ણતાનું આ ધોરણ સામાન્ય વિદ્યાર્થીના ઉત્તીર્ણતાના નિયત ધોરણના સમકક્ષ ગણાશે.

(૩) દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સ્થળ ખાતે કરવાની ભૌતિક સુવિધાઓ :

• તમામ શાળાકીય પરીક્ષાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગ્રાઉન્ડ ફ્લોર (ભોંયતળિયા) પર ગોઠવવી.દિવ્યાંગ પરીક્ષાર્થીને અનુરૂપ ફર્નિચર જેવું કે રેમ્પ, ખેંચ, ચેર, ડેસ્ક, ટેબલ ઈત્યાદિ તેમજ સુગમ્ય શૌચાલયયુક્ત સુવિધા નજીક હોય તેની કાળજી રાખવાની રહેશે.

પરીક્ષા દરમિયાન વિશિષ્ટ સાધન-સામગ્રીના ઉપયોગની છૂટછાટ

તમામ શાળાકીય પરીક્ષાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિશિષ્ટ સાધન સામગ્રીનો ઉપયોગ કરવાની છૂટ આ પ્રમાણે મળશે સંપૂર્ણ દૃષ્ટિહીન, અલ્પદૃષ્ટિ, બધિરાંધ, સેરીબલ પાલ્સી (C.P.), ઓટીઝમ, બહુવિકલાંગતા, બધિર અને તીવ્ર બહેરાશ ધરાવતા, દિવ્યાંગ વિદ્યાર્થીઓ ઈચ્છે તો કમ્પ્યુટર સ્કીન – રીડર, બેઈલલિપિ લોડ કરેલું સોફટવૅરયુક્ત કમ્પ્યૂટર, એબેક્સ, ટ્રેલર ફ્રેમ, બેઈલ ગાણિતિક કંપાસ વાપરી શકશે.

અલ્પદૃષ્ટિ ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ મેગ્નીફાઇંગ ગ્લાસ, ટોકિંગ કેલક્યુલેટર, લાર્જ કેલ્ક્યુલેટર, લાર્જ કી બોર્ડ સાથેનું ઓપ્ટિકલ આસીસ્ટીવ ડિવાઈસ, લો – વિઝન કીટનો ઉપયોગ કરી શકશે.

વ્યક્તિગત દિવ્યાંગતાને અનુરૂપ જરૂરિયાતના વાજબીપણા મુજબની વિશિષ્ટ શૈક્ષણિક સાધન સામગ્રીનો ઉપયોગ કરવા અંગેની શાળાના વર્ગશિક્ષક અને આચાર્યશ્રીએ મંજૂરી આપવાની રહેશે.

(૫) બ્રેઈલ લિપિમાં પ્રશ્નપત્રા

પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને બ્રેઈલ લિપિવાળું પ્રશ્નપત્ર આપી શકાય તેમ હોય તો આપવાનો નિર્ણય કરવો અથવા રીડર કે રાઇટરની વ્યવસ્થા કરવી.

બેઈલ લિપિમાં પ્રશ્નપત્રના વિકલ્પ સ્વરૂપે ધોરણ ૬ થી ૮માં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની જરૂરિયાત અનુસાર ગોપનીયતાનું ઉલ્લંઘન ન થાય એ રીતે આચાર્યશ્રીએ મૂળ પ્રશ્નપત્રની વર્ડ અથવા કોઈપણ એક્સેસેબલ ઈ. ફોર્મેટમાં વિદ્યાર્થીને તેના ટેબલેટાલેપટોપ/કમ્પ્યુટરમાં કોપી ઉપલબ્ધ કરાવવાની રહેશે.

(5) જોડણી વગેરે ક્ષતિ બાબત

દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષાના મૂલ્યાંકનમાં અંગ્રેજી / અન્ય ભાષામાં જોડણીની ભૂલો અને ખોટી વાક્યરચના હોય તો તે ક્ષમ્ય ગણવી તેમજ ગણિત વિષયમાં સ્ટેપ્સની ભૂલ ગ્રાહ્ય રાખવી.

(૭) રીડર / રાઈટર ( લહિયા ) સેવા બાબતઃ

દિવ્યાંગ કે ફેકચર અથવા આચુની ઈજા જેવી ગંભીર પ્રકારની બિમારીથી પીડાતા હોય તેવા વિદ્યાર્થીઓ કોઈ કારણસર લખવા અસમર્થ હોય અને વિદ્યાર્થીઓ સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરે તો તેઓની જરૂરિયાત અને વાજબીપણા અનુસાર તેઓને રીડર / રાઈટર (લહિયા)ની સેવાની મંજૂરી આચાર્યશ્રીએ આપવાની રહેશે.

ધોરણ ૬ થી ૮માં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની જરૂરિયાત અનુસાર ડિજિટલ સાધનના માધ્યમથી તે બોલીને પણ પ્રશ્નપત્રના જવાબ આપી શકે તેવી વ્યવસ્થા વિશિષ્ટ શિક્ષકોની મદદથી કરવાની રહેશે. પરીક્ષાનો સમય પૂર્ણ થયે તે શ્રાવ્ય ફાઈલને ઉત્તરવહી તરીકે ગણવાની રહેશે.

(૧૦) ફાઉન્ડેશનલ સ્ટેજમાં મૂલ્યાંકન

બાલવાટિકા, ધોરણ-૧ અને રમાં ઔપચારિક લેખિત પરીક્ષા હોતી નથી, પરંતુ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અનૌપચારિક મૂલ્યાંકન પણ લવચિક (Flexible) બને તે ધ્યાન રાખવું શિક્ષકે પોતાની સૂઝબૂઝથી વિદ્યાર્થીની દિવ્યાંગતાના પ્રકારના આધારે મૂલ્યાંકન કરવાનું રહેશે.

(૧૧) Intellectual Disability (બૌદ્ધિક મંદતા) ધરાવતા વિદ્યાર્થીઓ માટે સામાન્ય પ્રશ્નપત્રના બદલે નીચે મુજબની મૂલ્યાંકન વ્યવસ્થા કરવાની રહેશે.

બંને સત્રમાં વિષયવાર ૨૫ ગુણ મૌખિક, ૨૫ ગુણ ક્રિયાત્મક, ૫૦ ગુણ લેખિત પરીક્ષા એમ કુલ ૧૦૦ ગુણનું મૂલ્યાંકન કરવાનું રહેશે.

બાલવાટિકા અને ધોરણ ૧ થી ૫ માં મૌખિક પરીક્ષા, ક્રિયાત્મક પરીક્ષા પર વધારે ભાર આપવાનો રહેશે. MCQ, ખાલી જગ્યા,જોડકાં, તુલનાત્મક પ્રશ્નો જેવા હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ કરી લેખિત મૂલ્યાંકન કરવાનું રહેશે.

ધોરણ ૬ થી ૮ માં પણ મૌખિક પરીક્ષા, ક્રિયાત્મક પરીક્ષા પર વધારે ભાર આપવાનો રહેશે. લેખિત પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો તેમજ એક-બે વાક્યમાં જવાબ આપવા.- જેવા ટૂંકજવાબી પ્રશ્નો પૂછવાના રહેશે.

આ અંગેનાં પ્રશ્નપત્રો જે તે શાળાના આચાર્ય દ્વારા તૈયાર કરાવવાના રહેશે.

(૧૨) હોમ બેઈઝ્ડ અથવા પથારીવશ બાળકોને અલગથી પરીક્ષા/ ઓનલાઈન પરીક્ષાની સુવિધા તેમના રહેઠાણે આપવાની રહેશે. જેનો નિર્ણય જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/ જિલ્લા પ શિક્ષણાધિકારીશ્રી/ શાસનાધિકારીશ્રીએ પોતાના તાબા હેઠળની શાળા માટે લેવાનો રહેશે. 4/4

(૧૩) પરીક્ષા દરમિયાન દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અપાયેલ વખતોવખતની સૂચનાઓને ધ્યાને હોબાળી

દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિશેષ સવલત અને મૂલ્યાંકન બાબત પરિપત્ર જોવા અહીં ક્લીક કરો.

Leave a Comment