વર્લ્ડ બેંકના GOAL પ્રોજેક્ટ અંતર્ગત DLI 2 – શાળાઓને પ્રોત્સાહન માટે પરિણામલક્ષી પરફોર્મન્સ અનુદાન (ગ્રાન્ટ) ફાળવવામાં આવેલ ગ્રાન્ટ વપરાશની માર્ગદર્શિકા બાબત.

વર્લ્ડ બેંકના GOAL પ્રોજેક્ટ અંતર્ગત DLI 2 – શાળાઓને પ્રોત્સાહન માટે પરિણામલક્ષી પરફોર્મન્સ અનુદાન (ગ્રાન્ટ) ફાળવવામાં આવેલ ગ્રાન્ટ વપરાશની માર્ગદર્શિકા બાબત.

મિશન સ્કુલ ઓફ એકસલેન્સ પ્રોગ્રામ હેઠળ શ્રેષ્ઠતમ ભૌતિક, ડિજિટલ અને લર્નિંગ ઇન્ફાસ્ટક્ચર સાથે રાજ્યની સરકારી શાળાઓને અપગ્રેડ કરવાના વિઝન સાથે અને આ કાર્યક્રમના સફળ અમલીકરણ

ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, મિશન સ્કુલ ઓફ એકસલેન્સ પ્રોગ્રામ હેઠળ, ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કુલ એજયુકેશન -સમ્રગ શિક્ષા (GCSE-SS) World Bank અને Asian Infrastructure Investment Bank ના ફંડીંગ ના સમર્થનથી શિક્ષણ વિભાગ, રાજ્યમાં શ્રેષ્ઠતમ ભૌતિક, ડિજિટલ અને લર્નિંગ ઇન્ફાસ્ટક્ચર સાથે રાજ્યની સરકારી શાળાઓને અપગ્રેડ કરવાના વિઝન સાથે અને આ કાર્યક્રમના સફળ અમલીકરણ માટે વર્લ્ડ બેંક Gujarat Outcomes for Accelerated (GOAL) પ્રોજેક્ટ દ્વારા સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે સહાય કરી રહી છે.

ઉકત સંદર્ભથી ફાળવવામાં આવેલ ગ્રાન્ટના વપરાશ માટે શ્રેષ્ઠત્તમ ભૌતિક, ડિજિટલ અને લર્નિંગ ઇન્ફસ્ટ્રક્ચરને ધ્યાનમાં લઈ નીચે મુજબની માર્ગદર્શિકા મોકલી આપવામાં આવે છે. શાળામાં મળેલ ગાન્ટ વપરાશ અંગે શિક્ષકો/ સીઆરસી અને એસ.એમ.સી.ના સભ્યોના સંકલન પરાર્મશથી અમલીકરણ કરી શકાય તે હેતુથી મોકલી આપવામાં આવેલ છે.
ભૌતિક, ડિજિટલ અને લર્નિંગ ઇન્ફસ્ટ્રકચરની સુવિધાની વ્યવસ્થા બાબત.

1. વર્ગખંડ, ફર્નિચર, લાઇટ ફિટીંગ, MCB, ELCB, પંખા રીપેરની સુવિધાનું આયોજન.

2. સ્માર્ટ ક્લાસ જાળવણી તથા રીપેરીંગ, લેબનાં LCD નાં કવર માટે LCD નાં કવર, તથાં સફાઈ માટે બ્લોવર મશીનની સુવિધા

૩. સેનિટેશન રીપેરીંગ તથા પાણી કેનેક્શન, ડોલ, ટબ સાથેની સુવિધા

4. ચંપલ માટેનું સ્ટેન્ડની સુવિધા ધોરણ મુજબ કરવાનું આયોજન,

5. ધોરણ ૧ થી ૫ માટે ખૂટતા આસન પટ્ટાનો ઉપયોગ તથા ખરીદીનું આયોજન.

6. MDM ની વ્યવસ્થિત સફાઈ માટે ખૂટતાં સાધનો તથા ડિશ માટેનું સ્ટેન્ડની સુવિધાનું આયોજન.

7. ફાયર સેફ્ટીનાં વર્ગખંડ પ્રમાણે સાધનો ચાલુ હાલતમાં રાખવાનું આયોજન..

8. ઈકો કલબે માટે જરૂરી સાધન સામગ્રી (ડોલ. ખૂરપી પાવડો, તગારૂ, કાતર, પાણીની પાઈપ)ની સુવિધા

9. ધોરણ ૧ થી પ માટે ગ્રીન બોર્ડનું આયોજન

10. શાળાનું પ્રવેશ દ્વાર કલર બોર્ડ સાથે બનાવવાનું આયોજન.

11. શિક્ષક હકીકત બોર્ડ, SMC બોર્ડ, ગ્રાન્ટ વપરાશ બોર્ડ, MDM મેનુ બોર્ડ, વિદ્યાર્થી હકીકત બોર્ડ, વર્ષ દરમ્યાન વિશેષ પ્રવૃતિ બોર્ડની સુવિધા.

12. દરેક વર્ગખંડમાં ઓડિયો સ્પીકરની વ્યવસ્થા.

13. CCTV કેમેરાની વ્યવસ્થા,

14. વર્ગ નંબર પ્લેટ(નામકરણ) આપવાની વ્યવસ્થા

15. બાલા-અંતર્ગતની પ્રવૃત્તિઓનું તાલુકા ટીઆરપીના સંકલનથી આયોજન

16. શાળા શૌચાલય-સેનિટેશન નામકરણ (કુમાર-કન્યા-દિવ્યાંગ)ની વ્યવસ્થા

17. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રેમ્પની સુવિધા.

18. દરેક રૂમમાં સ્પીકર

19. પ્રાર્થના સભા તથા સ્પર્ધાઓ માટે સાઉન્ડ સિસ્ટમ.

20. બાયસેગની સુવિધા.

21. શાળા કક્ષા ઈન્ટરનેટની સુવિધા.

22. પીવાની પાણી માટે આર.ઓ.ની સુવિધા,

23. સોલર પ્લાન્ટ સિસ્ટમની વ્યવસ્થા

24. કોમ્પ્યુટર લેબમાં સ્લાઈડેટ બારીઓની વ્યવસ્થા.

25. એમ.ડી.એમ. આસન પટ્ટા.

26. પાયાની જરૂરીયાતની બાબતોમાં વિકાસ કરવો, (SOE) નું વર્ષવાર આયોજન 6 વર્ષ માટેનું આયોજન

27. શાળાની પ્રગતિની નોંધ તમામ જગ્યાએ લેવાય તેવા પ્રચાર-પ્રસાર કરવાનું આયોજન.

28. દર વર્ષે નામાંકનમાં વધારો થાય તેવા પ્રયત્ન સાથેનું આયોજન.

29. તમામ સ્માર્ટ ક્લાસનો ઉપયોગ થાય તેવું કેલેન્ડર તૈયાર કરી તે મુજબનું અમલીકરણ

30. SMC સભ્યો સાથે મિટીંગ કરી શાળાની પ્રગતિ ડોકયુમેન્ટ સાથેનો અહેવાલ સાથે સુધારાત્મક કાર્યવાહીનું આયોજન.

31. કુમાર-કન્યાની સપ્રમાણ ભાગીદારી તમામ કાર્યક્રમમાં રહે તે મુજબનું આયોજન.

32. પુસ્તકાલયનાં તમામ પુસ્તકોનો રેકોર્ડ ઓનલાઇન

33. સૂચના પેટીની વ્યવસ્થા ઉભી કરી તે મુજબ નિવારણનું કાર્ય.

34. ગ્રાન્ટ વપરાશ માટે શિક્ષકો, SMC સભ્યશ્રીઓનો અભિપ્રાય મુજબ અમલીકરણ.

35. શાળા લાયબ્રેરી પુસ્તકો માટે તિજોરી કે કબાટ અથવા વણવપરાશ રહેલ જગ્યાનો ઉપયોગ કરવો (દા.ત સીડી નીચે) પરદા સાથેની વ્યવસ્થા.

36. તેજસ્વી તારલ દર્શાવતું બોર્ડલ (સી.ઇ.ટી ,જ્ઞાન સાધના વિવિધ પરીક્ષા)

37. આધુનિક ભામાશા (દાનવીર)ના નામ લખાય તેના બોર્ડની વ્યવસ્થા.

38. પ્રાર્થના સભામાં ખુટતાં વાજીત્રોની વ્યવસ્થા.

39. પ્રાર્થના સભામાં પાથરણાની વ્યવસ્થા.

40. પ્રિય બાળકોની જરૂરી સ્ટેશનરીની વ્યવસ્થા.

41. વર્ગ અને એકમ પ્રમાણે ટી.એલ.એમ બનાવવાનું આયોજન,

42. પ્રોજેક્ટ બુકમાં દર શનિવારે પ્રોજેક્ટ કરાવવાનું આયોજન.

43. સત્રાંત અને વાર્ષિક પરીક્ષાનું મટરીયલ્સની વ્યવસ્થા.

44. રમત – ગમતના સાધનો પુરતા પ્રમાણમાં વસાવવા
45. પ્રાઇવેટ વાઈ-ફાઈની સુવિધા.

46. ધોરણ ૧ થી ૫ માં સ્માર્ટ બોર્ડની સુવિધાની વ્યવસ્થા

47. શાળાના તમામ ભાળકોને સ્વચ્છના કીટની વ્યવસ્થા.

48. પ્રયોગ શાળામાં ખૂટતા સાધનો તથા મટરીયલ્સની વ્યવસ્થા

49. વિવિધ સ્પર્ધાઓ માટે સ્ટેશનરી, મેટરીયલ્સની વ્યવસ્થા.

50. બાળ સામયિકોના લવાજમની વ્યવસ્થા

51. ન્યુઝ પેપર શાળામાં વસાવવાની વ્યવસ્થા.

52. ભાષા અને કોર્નર બનાવવાની વ્યવસ્થા.

53. મેલ્સ – સાયન્સ કોર્નર બનાવવાની વ્યવસ્થા

54. પુસ્તક વાંચન બાદ તેની સમીક્ષા પ્રાર્થના સંમેલનમાં કરવાનું આયોજન

55. સ્પોર્ટ એક્ટિવીટી ગ્રાઉન્ડ તૈયાર કરવાનું આયોજન

56. ખેલ મહાકુંભમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓની ભાગીદારીનું આયોજન. 57. તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગીદારી વિદ્યાર્થીની વધે તેવી સુવિધાનું આયોજન.

58. *0* જિરો તાસનું આયોજન કરી ગ્રેડમાં વધારો કરવાનું આયોજન

59. નકશા મુકવાનું સ્ટેન્ડ તૈયાર કરી સુવિધા પૂરી પાડવાનું આયોજન.

60. હાયર ઓર્ડર ચિકિંગ સ્કિલનો વિકાસ કરવો. વિષય તજજ્ઞ બોલાવી સ્પેરયલ એજ્યુકેશન ક્લાસ કરવા

61. ગણિત-વિજ્ઞાન લેબની વ્યવસ્થા (જેમાં તમામ પ્રકારના સાધનો ડિસ્પ્લે કરેલા હોય બાળકો જાને વિજ્ઞાનના પ્રયોગો કરી

62. NMMS, CET માટેનું અલગ સાહિત્ય વિકસાવી, અલગ ક્લાસ કરવાનું આયોજન.

63. શાળામાં તમામ ધોરણોના તમામ વિષય પ્રમાણે એકમ પ્રમાણે તમામ પ્રકારના TLM નિર્માણ.

64. તમામ ધોરણ દીઠ જ્ઞાનકુંજ ટેકનોલોજી માટે જરૂરી સાધન સામગ્રીને વસાવવી ટેકનોલોજીનો ઉપયોગ,

65. બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને ૨ ના આકર્ષક રંગ સાથે તમામ પ્રકારના ચિત્રકામ સાથે એકમ અનુરૂપ ચિત્ર દોરાવી વર્ગો તૈયાર કરવા.

66, ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં શાળા શ્રેષ્ઠ પ્રદર્શન કરે તે માટે ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રીને પ્રોજેક્ટ માટે અલગ ગ્રાન્ટની વ્યવસ્થા.

67. શાળામાં રમત ગમતના વિકાસ માટે બાળકો માટે વિવિધ રમતોના શક્ય હોય તો મેદાન તૈયાર કરવા.

68. વાંચન, લેખન અને ગણનમાં કચાસ ધરાવતા(FLN) બાળકો માટે બાળક દીઠ સાહિત્ય તૈયાર કરી કચાશ દૂર કરવા અલગ ક્લાસ કરવાનું આયોજન.

89. વાંચન, લેખન અને ગણન માટે સાહિત્ય (પૂરક સાહિત્ય) જેવું કે ચાર્ટ ચિત્રો, લેસકાર્ડ સ્વેટ પેન વર્કિંગ મોડેલ વગેરે ડિજિટલ ફ્લેટની વ્યવસ્થા.

70. શાળામાં અધ્યતન પુસ્તકાલય બનાવવું જેની એક કમિટી બનાવવી બાળકો સ્વંયમ નોંધ કરી પુસ્તકાલયના મહત્તમ

ઉપયોગનું આયોજન

71, વર્ગ દીઠ રીડીંગ કોર્નર બનાવવા.

72. સત્રાંત કસોટીમાં બાળકો સારું પ્રદર્શન કરે તે માટે જરૂરી સાહિત્યનું નિર્માણ કરવું.

73. રંગીન પ્રિન્ટર વિવિધ પ્રવૃત્તિઓ માટેની વ્યવસ્થા કરવી,

74. અધ્યાપન કાર્ય દરમિયાન વિષય વસ્તુઓનું વિષય મુદ્દા આધારિત વર્કિંગ મોડેલ તૈયાર કરવાની વ્યવસ્થા.

75. ધોરણ 3 થી પમાં વર્ગ વાર એન્ડ્રોઇડ ટીવી શકય હોય તો વ્યવસ્થા,

76. આલ્ફાબેટ નંબર એનિમલ નકશો વિવિધ મોડલો તથા વિવિધ વિષયના ચાર્ટની સુવિધા.

77. રમકડા બિલ્ડીંગ બ્લોક, મણકા ઘોડી, પઝલ બોર્ડ, પેર્ટન બ્લોક, રમકડાં બનાવવાની માટી, બોર્ડ ગેમ, રોલપ્લે કીટ (દા. ત. ડોક્ટર, સિપાઈ, સૈનિક,એન્જીનિયર, વગેરે)ની વ્યવસ્થા.

અગત્યની લીંક

વર્લ્ડ બેંકના GOAL પ્રોજેક્ટ અંતર્ગત DLI 2 – શાળાઓને પ્રોત્સાહન માટે પરિણામલક્ષી પરફોર્મન્સ અનુદાન (ગ્રાન્ટ) ફાળવવામાં આવેલ ગ્રાન્ટ વપરાશની માર્ગદર્શિકા બાબત.

પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

Leave a Comment