Gujarat Primary School Quarterly & First Semester Exam 2025 – Complete Guidelines & Schedule

Gujarat Primary School Quarterly & First Semester Exam 2025 – Complete Guidelines & Schedule

Education Department of Gujarat has officially announced the guidelines for conducting Quarterly Tests (Trimasi Kasoti) and the First Semester Exam (Pratham Satrant Kasoti) for students of Std. 3 to 8 in all Government, Granted, and Self-Financed Primary Schools across the state for the academic year 2025-26.
This announcement follows the Education Department Resolution dated 09/09/2022 and the approval given in GCERT’s Single File dated 06/08/2025.

✅ *ધોરણ 3 થી 8 એકમ કસોટી અને પ્રથમ સત્રાંત કસોટી કાર્યક્રમ બાબત પરિપત્ર
ધોરણ 3 થી 8 એકમ કસોટી અને પ્રથમ સત્રાંત કસોટી કાર્યક્રમ બાબત પરિપત્ર

1. Introduction to Quarterly Tests in Gujarat Primary Schools

Since 2018, Gujarat primary schools have been conducting Unit Tests (Samayik Mulyankan Kasoti) for periodic assessment.
However, as per recommendations of the State-level 360-Degree Evaluation Committee, from the academic year 2025-26, the Unit Test will be replaced by the Quarterly Test for classes 3 to 8.


2. Key Guidelines for the Quarterly Test 2025

  1. Coverage – Each semester will have one Quarterly Test of 40 marks for each subject within a 15-day period.
  2. First Quarterly Test Dates18 August to 30 August 2025 (Schools can set their own timetable within this range).
  3. Syllabus – Up to 15 August 2025, based on the monthly syllabus allocation available on the GCERT official website.
  4. Question Paper Preparation – Teachers must prepare question papers according to the students’ level and Learning Outcomes.
  5. Question Types – Objective, very short answer, short answer, and descriptive types.
  6. GCERT Question Bank – A subject-wise and grade-wise question bank will be provided via the Online Attendance Portal on 18/08/2025.
  7. Flexibility – Teachers can select from the question bank or create similar questions themselves.
  8. Record Keeping – All test papers must be kept in school records.
  9. Parent Communication – After checking, answer sheets should be sent to parents for review.
  10. Result Inclusion – Marks will be included in the Formative Assessment (Patrak-A) for semester/year-end results.
  11. Inclusive Education – Special arrangements for differently-abled students as per GCERT guidelines.

3. First Semester Exam (Pratham Satrant Kasoti) 2025

The First Semester Examination for Std. 3 to 8 will be conducted from 06 October to 14 October 2025 across Gujarat as per the uniform state-wide timetable provided in the annexure.


First Semester Exam Guidelines

  1. Centralized Paper Preparation – GCERT will prepare the syllabus framework, and DIETs will prepare question papers accordingly.
  2. Syllabus Coverage – June to October syllabus will be covered.
  3. Subjects – Government & Granted Schools must follow the uniform question papers for all subjects. Self-financed schools must prepare papers for Gujarati, Maths, Science, Social Science, and Environment subjects as per the given framework.
  4. Holiday Adjustments – Local holidays will not affect the timetable; exams must proceed as per the state schedule.
  5. Printing & Proofing – Responsibility lies with the respective District Primary Education Committee (DPEC) or Municipal Primary Education Committee.
  6. Answer Writing – Std. 3 & 4 students will write answers in the question paper; Std. 5 to 8 will write in separate answer books.
  7. Special Needs Students – Exams must follow inclusive education guidelines.
  8. Monitoring – Exams will be monitored by CRC-BRC Coordinators, BRPs, Education Inspectors, TPEO, SSA District Coordinators, and DIET Lecturers.
  9. Online Result Entry – Detailed instructions for online data entry will be issued separately by Samagra Shiksha, Gandhinagar.

4. Importance of This New Evaluation Pattern

The shift from unit tests to quarterly assessments aims to:

  • Reduce repetitive testing pressure on students.
  • Ensure comprehensive evaluation aligned with learning outcomes.
  • Provide teachers with greater flexibility in question paper design.
  • Maintain state-level consistency in semester exams.

5. Download Official Circular & Resources

For complete details, schools can download the official Education Department circular, syllabus allocation, and question bank from the GCERT official website and the Online Attendance Portal.

GCERT Official Website www.gcert.gujarat.gov.in

 

એકમ કસોટી અને સત્રાંત કસોટી પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો.


📌 SEO Keywords Targeted:
Gujarat Primary School Quarterly Exam 2025, First Semester Exam Gujarat 2025, GCERT Trimasi Kasoti Guidelines, Gujarat Primary School Exam Schedule, Education Department Circular Gujarat.

વિષયઃ પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૩ થી ૮ માં ત્રિમાસિક તેમજ સત્રાંત કસોટી બાબત.

સંદર્ભઃ (૧) શિક્ષણવિભાગના સુધારા ઠરાવક્રમાંક: બમશ/૧૧૨૦/૧૪૨/છ તા.૦૯/૦૯/૨૦૨૨

(૨) જીસીઈઆરટીની તા.૦૬/૦૮/૨૦૨૫ની સિંગલફાઈલ પર મળેલ મંજૂરી અંતર્ગત.

શ્રીમાન,

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સબબ સામયિક મૂલ્યાંકન (એકમ) કસોટીના વિકલ્પે ત્રિમાસિક કસોટી તથા રાબેતા મુજબ પ્રથમસત્રાંત કસોટી લેવાની થાય છે જે અંતર્ગત નીચે મુજબની સૂચનાઓને ધ્યાને લઈ આપના જિલ્લાની તાબા હેઠળની શાળાઓમાં કસોટી યોજવા માટે યોગ્ય કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે.

ત્રિમાસિક કસોટી

વર્ષ-ર૦૧૮થી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન કસોટી (એકમ કસોટી) અમલમાં છે. રાજ્યકક્ષાની ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન માટેની સમિતિની ભલામણ અન્વયે ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬થી સદર એકમ કસોટીના વિકલ્પ સ્વરૂપે ધોરણ ૩ થી ૮માં ત્રિમાસિક કસોટી યોજવાની રહેશે. જે સંદર્ભે નીચેની સૂચનાઓનો અમલ કરવાનો રહેશે.

1) સદર ત્રિમાસિક કસોટી ધોરણ ૩ થી ૮માં દરેક સત્રમાં ૧૫ દિવસના સમયગાળામાં દરેક વિષયની ૪૦-૪૦ ગુણની એક-એક કસોટી લેવાની રહેશે.

2) ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં તારીખ ૧૮ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન દરેક વિષયની એક કસોટી યોજવાની રહેશે. આ અંગેનું સમયપત્રક શાળા પોતાની અનુકૂળતાએ નક્કી કરી શકશે.

૩) સદર કસોટી માટે જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર ફાળવણીના આધારે ૧૫ ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે. જે જીસીઈઆરટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

4) શિક્ષકે સદર ૪૦ ગુણની કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓની કક્ષાનુસાર જાતે તૈયાર કરવાની રહેશે.

5) કસોટી લર્નીંગ આઉટકમના આધારે તૈયાર કરવાની રહેશે તેમજ તેમાં હેતુલક્ષી, અતિટૂંકજવાબી, ટૂંકજવાબી તેમજ નિબંધપ્રકાર એમ વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવાનો રહેશે.

6) સદર કસોટી તૈયાર કરવા માટે શિક્ષકોને માર્ગદર્શન મળે એ હેતુસર જીસીઈઆરટી દ્વારા પ્રશ્નબેંક તૈયાર કરીને આપવામાં આવશે.

(7) ધોરણ અને વિષયવાર પ્રશ્નબેંક રાબેતા મુજબ શાળાઓને સમગ્ર શિક્ષા કચેરી મારફત Online Attendance Portal (http://schoolattendancegujarat.in/) ५२ ते५४ ६३७ जाना ६-मेल डी પર તા.૧૮/૦૮/૨૦૨૫ના રોજ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

8) શિક્ષક સદર પ્રશ્નબેંકમાંથી પ્રશ્નો પસંદ કરી શકશે તેમજ તેમાં આપેલ પ્રશ્નો જેવા પ્રશ્નો જાતે તૈયાર કરીને પણ કસોટી તૈયાર કરીને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકશે. આ ઉપરાંત જીસીઈઆરટીની વેબસાઈટ પર અગાઉના વર્ષની સામયિક મૂલ્યાંકન કસોટી તેમજ પ્રશ્નબેંક ઉપલબ્ધ છે. કસોટી તૈયાર કરવા માટે શિક્ષક તેનો પણ ઉપયોગ કરી શકશે..

9) સદર કસોટી અંતર્ગત શિક્ષકે તૈયાર કરેલા કસોટીપત્રો શાળા ફાઈલે રાખવાના રહેશે.

10) આ કસોટી સમગ્રશિક્ષા દ્વારા આપવામાં આવેલ નોટબુકમાં લેવાની રહેશે. કસોટી ચેક થઈ ગયા બાદ, વાલીને બતાવવા માટે મોકલવાની રહેશે.

11) સદર ત્રિમાસિક કસોટી રચનાત્મક મૂલ્યાંકનનો ભાગ બની રહેશે. આ કસોટીના ગુણ રચનાત્મક મૂલ્યાંકન (પત્રક-A) ના ભાગરૂપે સત્રાંત/વાર્ષિક પરિણામપત્રકમાં ગણવાના રહેશે.

12) દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ અન્ય માધ્યમ માટે ઉપરોક્ત પ્રશ્નબેંકનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી શાળાકક્ષાએ ત્રિમાસિક કસોટી તૈયાર કરવાની રહેશે.

પ્રથમ સત્રાંત કસોટી

પ્રથમ સત્રાંત કસોટી તા.૦૬/૧૦/૨૦૨૫ થી ૧૪/૧૦/૨૦૨૫ દરમિયાન યોજવાની રહેશે. સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટેનું સમાન સમયપત્રક આ સાથે (પરિશિષ્ટ- અ) સામેલ છે. સદર કસોટી માટે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે અને તે મુજબ સંબંધિત જિલ્લા/કોર્પોરેશન/નગરપાલિકા શિક્ષણ સમિતિઓ દ્વારા કામગીરી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

1) ધોરણ ૩ થી ૮ની પ્રથમ સત્રાંત કસોટીઓ માટે ધોરણવાર અને વિષયવાર પરિરૂપ રાજ્યકક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ)ને આપવામાં આવશે. આ નિયત પરિરૂપ મુજબ ડાયેટ દ્વારા કસોટી પત્રો તૈયાર કરી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને સોંપવામાં આવશે.

2) સદર કસોટીમાં ધોરણ ૩ થી ૮ના વિવિધ વિષયોમાં જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમની માસવાર ફાળવણી અનુસાર પ્રથમસત્રનો જૂન થી ઓક્ટોબર માસ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે.

3) સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ ગુજરાતી (પ્રથમભાષા), ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના કસોટીપત્રો રાજ્યકક્ષાએથી આપવામાં આવેલ માળખા (પરિરૂપ) મુજબ શાળાકક્ષાએ તૈયાર કરવાના રહેશે તેમજ સમાન સમયપત્રક મુજબ પરીક્ષા યોજવાની રહેશે. બાકીના વિષયોની કસોટી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ નિયત માળખા (પરિરૂપ)ના આધારે શાળા કક્ષાએથી પોતે નિયત કરેલ સમયપત્રક મુજબ યોજી શકશે.

4) પરીક્ષા સમયપત્રકમાં દર્શાવેલ તારીખોમાં જો કોઈ જિલ્લા દ્વારા સ્થાનિક રજા જાહેર કરેલ હોય તો તે રજા રદ કરી સમયપત્રક અનુસાર પરીક્ષા યોજવાની રહેશે.

5) સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓએ તમામ વિષયોનાં સમાન કસોટીપત્રો સમાન સમયપત્રકના આધારે અમલી કરવાનાં રહેશે.

6) ગ્રાન્ટેડ શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને કસોટીપત્રો માટે નિયત રકમ ચૂકવવાની રહેશે.

7) સ્વનિર્ભર શાળાઓ ઈચ્છે તો તમામ પ્રશ્નપત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી પાસેથી મેળવીને પોતાની શાળામાં ઉપયોગ કરી શકશે. આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને નિયત કરેલ રકમ જે તે સ્વનિર્ભર સંસ્થાએ ચૂકવવાની રહેશે.

8) જે શાળાઓમાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં પણ તમામ ધોરણની તમામ વિષયોની પરીક્ષા આપેલ સમયપત્રક મુજબ જ યોજવાની રહેશે.

9) જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો દ્વારા તૈયાર કરવામાં આવેલ કસોટીપત્રોના છાપકામ, પેપરના પૂફ, ભાષાશુદ્ધિની જવાબદારી જે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ / નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રહેશે.

10) ધોરણ ૩ અને ૪ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. ધોરણ ૫ થી ૮ના વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં ઉત્તરો લખવાના રહેશે.

11) સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયમાં નક્શાઓ અને ગણિત વિષયમાં આલેખપત્રની જરૂરી વ્યવસ્થા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કસોટીપત્રોની સાથે જ કરવાની રહેશે.

12) સમાવેશી શિક્ષણ અંતર્ગત પરીક્ષા પત્રક્રમાંકઃ જીસીઈઆરટી/સીએન્ડઈ/2025/983-1128 09/01/2025 અન્વયે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આપેલ સૂચનાઓને ધ્યાને લેવાની રહેશે.

13) સત્રાંત કસોટી અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી જે-તે શાળા કક્ષાએ જ કરાવવાની રહેશે.

14) કસોટીના પરિણામની ઓનલાઈન ડેટાએન્ટ્રી અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગર મારફતે અલગથી આપવામાં આવશે.

15) સદર પરીક્ષાના સુચારુ અમલીકરણ માટે પરીક્ષા દરમિયાન મોનીટરીંગ સ્ટાફ( CRC-BRC કો-ઓર્ડિનેટર, BRP, કેળવણી નિરીક્ષક, TPEO, SSA જિલ્લા કો-ઓર્ડિનેટર, DIET લેક્ચરર વગેરે) દ્વારા સઘન મોનીટરીંગ કરાવવાનું રહેશે.

Leave a Comment