બદલીથી છૂટા થવાના કારણે શાળામાં ખાલી પડતી જગ્યાઓ પર જ્ઞાન સહાયકને નિમણૂક આપવા બાબત

બદલીથી છૂટા થવાના કારણે શાળામાં ખાલી પડતી જગ્યાઓ પર જ્ઞાન સહાયકને નિમણૂક આપવા બાબત

ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, શિક્ષણ વિભાગના સંદર્ભ:- ૨ ના પત્રથી રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત જ્ઞાનસહાયકના કરાર રીન્યુ કરવા અંગે જરૂરી સુચનાઓ આપેલ હતી. જે અંતર્ગત સુચના ક્રમાંક:- ૩ થી નીચે મુજબની સુચના આપવામાં આવેલ હતી.

*તા.૩૧/૦૭/૨૦૨૪ની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી તા. ૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવમાં કરવામાં આવેલ જોગવાઇ મુજબ ક્રમાનુસાર વધ-ઘટ બદલી કેમ્પ, જિલ્લા આંતરિક બદલી કેમ્પ, જિલ્લા ફેર બદલી કેમ્પમાં જ શિક્ષકો દ્વારા ખાલી જગ્યા પસંદ કરવામાં આવે, તો આ સ્થિતિમાં પસંદ કરવામાં આવેલ ખાલી જગ્યા પર કાર્યરત જ્ઞાનસહાયકને છુટા કરવાના રહેશે.”

ઉક્ત સુચના મુજબ વધ-ઘટ બદલી કેમ્પ, જિલ્લા આંતરિક બદલી કેમ્પ, જિલ્લા ફેર બદલી કેમ્પ અન્વયે બદલીથી શિક્ષકોના હાજર થવાથી જે જ્ઞાન સહાયકોને છુટા કરવામાં આવેલ હોય તેવા જ્ઞાન સહાયકોને બાળકોના શૈક્ષણિક હિતમાં જિલ્લામાં ખાલી પડેલ અન્ય જગ્યાઓ પર જિલ્લા કક્ષાએથી કરાર આધારિત નિમણૂક આપવા શિક્ષણ વિભાગના સંદર્ભ-૩ના પત્રથી મંજુરી આપવામાં આવેલ છે.

શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભ-૩ ના પત્રથી આપેલ મંજુરી મુજબ જિલ્લા કક્ષાએથી કરાર આધારિત શાળા પસંદગી કરાવતી વખતે શિક્ષણ વિભાગ તા:-૧૮/૧૦/૨૦૨૩ના પત્રથી નિયત કરેલ કરારનો નમુનો, બોલીઓ અને શરતોની વિગતો ધ્યાને લઇ આનુષાંગિક કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવે છે.

જ્ઞાન સહાયક નિમણુક બાબત પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો.

Leave a Comment