એચ.ટાટ (મુખ્ય શિક્ષક) જિલ્લા ફેર બદલી કેમ્પમાં હાજર રહેવા જાણ કરવા બાબત.

એચ.ટાટ (મુખ્ય શિક્ષક) જિલ્લા ફેર બદલી કેમ્પમાં હાજર રહેવા જાણ કરવા બાબત.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી

જિલ્લા પંચાયત કચેરી વલસાડ, નવસારી, અમદાવાદ, ભાવનગર, નર્મદા,સુરેન્દ્રનગર, તાપી, મહિસાગર, છોટાઉદેપુર, ભરૂચ, સાબરકાંઠા, આણંદ,કચ્છ, વડોદરા, દાહોદ,પાટણ 

શાસનાઅધિકારીશ્રી

નગર પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી -ઉંઝા

જયભારત સહ ઉપરોકત વિષય અ-વયે જણાવવાનું કે, સંદર્ભ-૧ વાળા પત્રથી એચ.ટાટ (મુખ્ય શિક્ષક) માટે જિલ્લાફેર બદલી કેમ્પ કરવા બાબત સૂચના થઈ આવેલ છે. સબબ શિક્ષણ વિભાગના તા.૨૦/૦૭/૨૦૨૪ ના ઠરાવ અને તેમાં થયેલા વખતો-વખતના સુધારા જોગવાઈઓને ધ્યાને લઈને જિલ્લાફેર બદલીથી બનાસકાંઠા જિલ્લામાં આવનાર નીચે જણાવેલ એચ.ટાટ (મુખ્ય શિક્ષક)ની અરજી માન્ય માન્ય કરવામાં આવેલ. જે અન્વયે બનાસકાંઠા જિલ્લાનો ઓફલાઈન (:))લ્લિજિલ્લાફેર બદલી કેમ્પ વર્ષ-૨૦૨૪-૨૫ નીચે જણાવેલ તારીખ, સમયે અને સ્થળે રાખેલ હોઈ નીચે જણાવેલ એચ.ટાટ (મુખ્ય શિક્ષક) ઉકત સમય અને સ્થળે જરૂરી આધારો અને પ્રમાણપત્રો સહિત હાજર રહેવા અંગેની જાણ કરવા વિનંતી છે.

સ્થળ : કાણોદર પ્રાથમિક શાળા નં.૧

મું. કાણોદર તા.પાલનપુર

જિ.બનાસકાંઠા

તારીખ : 27/01/2025

ઉકત કેમ્પમાં પાત્રતા ધરાવતા એચ.ટાટ (મુખ્ય શિક્ષક) ને ઉપસ્થિત રહેવા માટે કોલ લેટર પોસ્ટ મારફતે રવાના કરવામાં આવેલ છે. પરંતુ આ કોલ લેટર ટેકનિકલ કારણોસર મળી ન શકે/વિલંબથી મળી તેના કારણે કેમ્પમાં ભાગ ન લઈ શકે તે ઘટના નિવારવાના હેતુથી આપના જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષકોને આ બાબતે જાણકરવા વિનંતી છે. જેથી જે તે શિક્ષક જિલ્લા ફેર લાભથી વંચીત ના રહે.

સબબ આપના લગત ઉમેદવારોને રજૂ કરવાના થતાં જરૂરી આધારો સાથે કેમ્પમાં હાજર રહે તેવી આપની કક્ષાએથી બહોળી પ્રસિળિ કરવા વિનંતી છે.

અગત્યની લીંક

પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment