NEW UPDATES
Notice Board
View Latest Posts

ગુણોત્સવ મૂલ્યાંકન દરમ્યાન અપલોડ કરવાના પુરાવાની યાદી

ગુણોત્સવ મૂલ્યાંકન દરમ્યાન અપલોડ કરવાના પુરાવાની યાદી

અહીં આપેલ તમામ આધારો (દસ્તાવેજો) ની સંપૂર્ણ અને વિગતવાર યાદી તેમના ફોર્મેટ સાથે નીચે મુજબ છે:

૧. વર્ગખંડ અને ભૌતિક સુવિધાઓ

ક્રમઆધારની વિગતઆધાર ફોર્મેટ
૧વર્ગખંડમાં હવા-ઉજાસની સ્થિતિનો ખ્યાલ આવે તેવા પ્રત્યેક વર્ગનો ફોટોગ્રાફJPEG/PNG
૨વર્ગખંડ બેઠક વ્યવસ્થા અને ફર્નિચરનો ખ્યાલ આવે તેવા પ્રત્યેક વર્ગનો ફોટોગ્રાફJPEG/PNG
૩વર્ગખંડમાં વિશેષ જરૂરિયાતવાળા બાળકો (CWSN) માટે કરેલ વ્યવસ્થાનો ફોટોગ્રાફJPEG/PNG
૪વર્ગખંડની સંખ્યા અને પ્રત્યેક વર્ગખંડના ક્ષેત્રફળની વિગત (પ્રમાણિત દસ્તાવેજ/નકશો)PDF
૫પ્રિન્સિપાલ ઓફિસનો ફોટોગ્રાફ (સમગ્ર ઓફિસ દેખાય તેવો)JPEG/PNG
૬સ્ટાફ રૂમનો ફોટોગ્રાફ (સમગ્ર રૂમ દેખાય તેવો)JPEG/PNG
૭ક્લાર્ક ઓફિસનો ફોટોગ્રાફ (સમગ્ર ઓફિસ દેખાય તેવો)JPEG/PNG
૮પ્રાર્થનાખંડ / સભાખંડ / મલ્ટીપર્પઝ હોલનો ફોટોગ્રાફJPEG/PNG
૯સ્પોર્ટ્સ / યોગ રૂમનો ફોટોગ્રાફJPEG/PNG
૧૦રમતનું મેદાન (નકશો અને ફોટોગ્રાફ્સ)PDF, JPEG/PNG
૧૧રમતગમતના સાધનોની ઉપલબ્ધતા (અધ્યયન ડેડસ્ટોક રજીસ્ટરની અદ્યતન તારીખ)PDF
૧૨CWSN વિદ્યાર્થીઓ માટેની ભૌતિક સુવિધાઓના ફોટોગ્રાફ્સJPEG/PNG
૧૩વર્ગખંડો, વિષયખંડો, પ્રયોગશાળાઓ અને સ્ટાફ રૂમનું ફર્નિચર દર્શાવતા ફોટોગ્રાફ્સJPEG/PNG

૨. પરીક્ષા, મૂલ્યાંકન અને શાળા નીતિઓ

ક્રમઆધારની વિગતઆધાર ફોર્મેટ
૧શાળાની પરીક્ષા સંચાલન નીતિનો દસ્તાવેજPDF
૨શાળાએ હિતધારકોને પરીક્ષા સંચાલન નીતિ અંગે માહિતગાર કર્યા હોવાનો આધારPDF, JPEG/PNG
૩પરીક્ષા સંચાલન સંબંધિત પ્રતિભાવો મેળવવાની વ્યવસ્થાનો આધારPDF, JPEG/PNG
૪શાળાનો મિશન–વિઝન અને નીતિઓનો દસ્તાવેજPDF
૫શાળાની નીતિઓના અમલીકરણ અને સમીક્ષાનો અહેવાલPDF

૩. શાળા પ્રવેશ અને વિદ્યાર્થી સંખ્યા

ક્રમઆધારની વિગતઆધાર ફોર્મેટ
૧શાળાની પ્રવેશ પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરતો દસ્તાવેજPDF
૨શાળાએ ચાલુ શૈક્ષણિક વર્ષમાં આપેલ પ્રવેશની વિગતPDF
૩શાળાએ RTE અંતર્ગત આપેલ પ્રવેશની વિગતPDF
૪RTE અંતર્ગત પ્રવેશ અપાયેલ વિદ્યાર્થીઓના શાળા સમય અને વર્ગની વિગતPDF
૫શાળાના કુલ શિક્ષકો અને વિદ્યાર્થીઓની સંખ્યાPDF
૬શાળાના પ્રત્યેક વર્ગ દીઠ વિદ્યાર્થીઓની સંખ્યાPDF

૪. કર્મચારી/શિક્ષક મેનેજમેન્ટ અને લાયકાત

ક્રમઆધારની વિગતઆધાર ફોર્મેટ
૧કર્મચારી/શિક્ષકને અપાયેલ કામગીરી/વિષય અને લાયકાતની વિગતPDF
૨કર્મચારીઓની લાયકાતમાં વૃદ્ધિ થાય તે માટે શાળાની નીતિ/યોજનાની વિગતPDF
૩જોડાયા બાદ શૈક્ષણિક–વ્યાવસાયિક લાયકાતમાં વૃદ્ધિ થયેલ કર્મચારીઓની વિગતPDF
૪કર્મચારીઓના સેવા રેકોર્ડની જાળવણીની પદ્ધતિની વિગતPDF
૫કર્મચારીઓને પગાર ચૂકવણી, Payroll અને ઓડિટની વિગતPDF
૬કર્મચારીઓના સ્થાયીકરણ, નવા નિમાયેલ અને શાળા છોડી ગયેલ સ્ટાફની સંખ્યાPDF
૭કર્મચારીઓને આપેલ પ્રોત્સાહન–પુરસ્કાર સંબંધિત વિગતPDF, JPEG/PNG
૮કર્મચારીઓની ફરિયાદોની નોંધ અને નિકાલ સંબંધિત વિગતPDF

૫. શાળા વિકાસ યોજના અને SMC / વાલીમંડળ

ક્રમઆધારની વિગતઆધાર ફોર્મેટ
૧શાળાની વિકાસ યોજનાનો દસ્તાવેજPDF
૨SMC/વાલીમંડળની બેઠકોની વિગત અને કાર્યવાહી નોંધPDF
૩શાળા વિકાસ યોજનાના અમલીકરણ, સમીક્ષા અને ગુણાત્મક ફેરફારની વિગતPDF
૪SMC/વાલીમંડળની રચના અને પુનઃરચના પ્રક્રિયાનો અહેવાલPDF
૫SMC/વાલીમંડળના સભ્યોની વિગતPDF
૬SMC/વાલીમંડળની બેઠકોનું રજીસ્ટર, મિટિંગ મિનિટ્સ અને ઠરાવ બુકPDF
૭શાળા ફીનું માળખું અને વાલી–સમુદાયમાં તેની પારદર્શી જાણનો આધારPDF, JPEG/PNG
૮ગ્રાન્ટ ડિસ્પ્લે બોર્ડનો ફોટોગ્રાફJPEG/PNG
૯ગત નાણાકીય વર્ષનું ઓડિટ સર્ટિફિકેટPDF

૬. સુરક્ષા, સલામતી અને ભૌતિક વ્યવસ્થાપન

ક્રમઆધારની વિગતઆધાર ફોર્મેટ
૧ઓરડા, મકાન, કમ્પાઉન્ડ વોલ અને પાણીની ટાંકીની સ્થિતિના ફોટોગ્રાફ્સJPEG/PNG
૨ફાયર સેફ્ટીનું પ્રમાણપત્રPDF
૩ફાયર સેફટીના સાધનોના ફોટોગ્રાફ્સJPEG/PNG
૪મોકડ્રીલ પ્રવૃત્તિનો ફોટોગ્રાફ્સ સહિતનો અહેવાલPDF
૫પ્રાથમિક સારવાર પેટી અને આપાતકાલીન સંપર્કો દર્શાવતા સ્થાનના ફોટોગ્રાફ્સJPEG/PNG
૬વીજળીકરણ અને વીજઉપકરણોની સ્થિતિના ફોટોગ્રાફ્સJPEG/PNG
૭પ્રયોગશાળાની સંપૂર્ણ સલામતી વ્યવસ્થા દેખાય તેવો ફોટોગ્રાફJPEG/PNG
૮કન્યાઓ માટેના અલાયદા કક્ષની સંપૂર્ણ સુવિધાનો ફોટોગ્રાફJPEG/PNG
૯ટ્રાન્સપોર્ટેશન સુવિધા સંબંધિત વિગતPDF
૧૦CCTV કેમેરાની વ્યવસ્થાની વિગત અને સેમ્પલ ફોટોગ્રાફ્સJPEG/PNG / PDF
૧૧શાળા પરિસરમાં પ્રદર્શિત કરેલ આપત્તિ વ્યવસ્થાપન પ્લાનનો ફોટોગ્રાફJPEG/PNG

૭. પ્રતિભાવો (Feedback System)

ક્રમઆધારની વિગતઆધાર ફોર્મેટ
૧શાળાના વિવિધ હિતધારકોના પ્રતિભાવ એકત્રિત કરવા માટેની માહિતી દર્શાવતો દસ્તાવેજPDF
૨જુદાજુદા હિતધારકો પાસેથી મેળવેલ પ્રતિભાવોના નમૂનાPDF
૩પ્રતિભાવોના આધારે શાળાએ વ્યવસ્થામાં કરેલ સુધારા–ફેરફારનો અહેવાલPDF

૮. પ્રયોગશાળા, લાઈબ્રેરી અને આઈ.સી.ટી. (ICT) સુવિધાઓ

ક્રમઆધારની વિગતઆધાર ફોર્મેટ
૧ગણિત–વિજ્ઞાન, ભાષા અને કલાખંડની વ્યવસ્થાના ફોટોગ્રાફ્સJPEG/PNG
૨પ્રયોગશાળા અને કલાખંડના સાધન-સાહિત્યના ડેડસ્ટોક રજીસ્ટરની અદ્યતન તારીખPDF
૩પ્રયોગશાળા સમયપત્રક અને ઉપયોગ રજીસ્ટરની અદ્યતન તારીખPDF
૪પુસ્તકાલયની સંપૂર્ણ વ્યવસ્થાનો ફોટોગ્રાફJPEG/PNG
૫પુસ્તકાલયના પુસ્તકોનું ડેડસ્ટોક રજીસ્ટર, સામયિકો/વર્તમાનપત્રોની અદ્યતન વિગતPDF
૬પુસ્તકાલયના ડિજિટલાઈઝેશનની વિગતPDF
૭કમ્પ્યૂટર લેબના ફોટોગ્રાફ્સ, સાધનોનું ડેડસ્ટોક રજીસ્ટર અને ઈન્ટરનેટ બિલJPEG/PNG, PDF
૮સમયપત્રકમાં કમ્પ્યૂટરના તાસ અને શૈક્ષણિક કાર્યની વિગતPDF
૯સ્માર્ટ ક્લાસ રૂમના ફોટોગ્રાફ્સ તથા શિક્ષકો દ્વારા તેના ઉપયોગની વિગતJPEG/PNG, PDF
૧૦DTH (BISAG-N) પ્રસારણ જોવાની સુવિધા, આયોજન અને અમલની વિગતPDF
૧૧પારદર્શિતા માટે ટેક્નોલોજીના ઉપયોગ અંગેનો અહેવાલPDF

૯. રસોડું, કેન્ટીન, પીવાનું પાણી અને સ્વચ્છતા

ક્રમઆધારની વિગતઆધાર ફોર્મેટ
૧રસોડા, કોઠાર, વાસણો અને ભોજનના સ્થાનના ફોટોગ્રાફ્સJPEG/PNG
૨ભોજનની સ્વચ્છતા અને ગુણવત્તા ચકાસણી/પ્રતિભાવ આપવાની વ્યવસ્થાPDF
૩કેન્ટીનની બેઠક વ્યવસ્થાના ફોટોગ્રાફ્સ, સ્ટાફ/સફાઈ સમયપત્રક, મેનુ અને ચકાસણી વિગતJPEG/PNG, PDF
૪પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, નળની વિગત અને ટાંકી સાફ કરવાની વિગતJPEG/PNG, PDF
૫શૌચાલય સંકુલના ફોટોગ્રાફ્સ, વપરાશયોગ્ય શૌચાલયની સંખ્યા અને સ્વચ્છતા આયોજનJPEG/PNG, PDF
૬કચરા વ્યવસ્થાપન પદ્ધતિ અંગેનો અહેવાલPDF

૧૦. આરોગ્ય, CWSN અને બાળ સુરક્ષા

ક્રમઆધારની વિગતઆધાર ફોર્મેટ
૧વિદ્યાર્થીઓના વાર્ષિક આરોગ્ય તપાસનો અહેવાલPDF
૨દિવ્યાંગતા સ્ક્રિનિંગ અને અનુકાર્યનો અહેવાલPDF
૩Special Educator નું મુલાકાત રજીસ્ટર અને કામગીરીનો અહેવાલPDF
૪CWSN વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલ IEP પરામર્શપત્રકનો નમૂનોPDF
૫માસિક ધર્મ સ્વચ્છતા માર્ગદર્શન પ્રવૃત્તિઓનો અહેવાલPDF
૬સેનેટરી પેડ વેન્ડિંગ અને ઈન્સિનેરેટરની ઉપલબ્ધતા વિગતPDF, JPEG/PNG
૭બાળ સુરક્ષા સમિતિ અને તેના કાર્યોનો અહેવાલPDF

૧૧. છાત્રાલય અને આપાતકાલીન સુવિધાઓ (લાગુ પડતું હોય તો)

ક્રમઆધારની વિગતઆધાર ફોર્મેટ
૧પ્રાથમિક સારવાર કક્ષ અને આપાતકાલીન સંપર્કો દર્શાવતા સ્થાનના ફોટોગ્રાફ્સJPEG/PNG
૨છાત્રાલય દ્વારા દવાખાના/હોસ્પિટલ સાથે કરેલ કરારની વિગતPDF
૩છાત્રાલયના ઓરડા, મકાન અને કમ્પાઉન્ડ વોલના ફોટોગ્રાફ્સJPEG/PNG
૪સલામતી સ્ટાફની નિમણૂક અને વીજઉપકરણોની સ્થિતિના ફોટોગ્રાફ્સPDF, JPEG/PNG
૫છાત્રાલય માટે CCTV, ફાયર સેફ્ટી પ્રમાણપત્ર, મોકડ્રીલ અહેવાલ અને ટ્રાન્સપોર્ટ વિગતPDF, JPEG/PNG
૬વિદ્યાર્થી સુરક્ષા અને સલામતી સમિતિની કામગીરીPDF

૧૨. વર્ગખંડ અધ્યાપન, મૂલ્યાંકન અને ટીચિંગ રેકોર્ડ

ક્રમઆધારની વિગતઆધાર ફોર્મેટ
૧NEP 2020 અને SCF અભિમુખતા માટે કરેલ પ્રયાસોની વિગતPDF
૨વાર્ષિક અભ્યાસક્રમ અને પ્રવૃત્તિ આયોજનની નકલPDF
૩૨૦% શિક્ષકોની દૈનિક આયોજનપોથી નોંધના નમૂનાPDF
૪આચાર્ય/સુપરવાઈઝર દ્વારા આયોજનપોથી અને વર્ગ અવલોકનમાં આપેલ ફીડબેક નોંધPDF
૫રચનાત્મક મૂલ્યાંકનના આધારે અપાયેલ પ્રતિપોષણ અને અનુકાર્ય વિગતPDF
૬આચાર્ય/સુપરવાઈઝર દ્વારા રેન્ડમ પસંદ કરેલ વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની વિગત (ધો. ૩, ૪, ૫)PDF
૭પસંદ કરાયેલ વિદ્યાર્થીઓની કોઈપણ ૩ વિષયોની ઉત્તરવહીઓની નકલPDF
૮ત્રિમાસિક કસોટી પરિણામ આધારિત ઉપચારાત્મક કાર્ય અને વાલી બેઠક અહેવાલPDF
૯વિદ્યાર્થીઓના HPC (હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ) ની નકલPDF
૧૦સિદ્ધિ સર્વેક્ષણ (NAS/SAS) જાગૃતિ અને અનુકાર્ય અહેવાલPDF

૧૩. શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સમુદાય સહભાગીતા અને સહ-અભ્યાસિક કાર્યો

ક્રમઆધારની વિગતઆધાર ફોર્મેટ
૧સ્ટાફ મિટિંગ મિનિટ્સ અને શાળાકીય નિર્ણયોની નોંધPDF
૨શિક્ષકોની CPD તાલીમ અને ટીમ ટીચિંગ તાસની વિગતPDF
૩સમુદાય/વાલીઓ સાથે મળીને કરેલ શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓનો અહેવાલPDF
૪પૂર્વ વિદ્યાર્થી સંગઠન પ્રવૃત્તિ અહેવાલPDF
૫પ્રાર્થનાસભા, કલા ઉત્સવ, યોગ, રમતગમત સ્પર્ધાઓ અને વિજ્ઞાન પ્રદર્શન અહેવાલPDF
૬પર્યાવરણ, દિનવિશેષ, મૂલ્યલક્ષી અને સેવાકીય પ્રવૃત્તિઓનો અહેવાલPDF
૭આનંદદાયી શનિવાર, દફતર વિનાના ૧૦ દિવસ અને વ્યાવસાયિક શિક્ષણ અહેવાલPDF
૮વર્ગ મોનિટર, બાળવૃંદ અને લીડર્સની પસંદગી પ્રક્રિયા અને યાદીPDF
૯પુસ્તકાલય ઈશ્યૂ રજીસ્ટર, સરેરાશ વાંચન આંકડા અને વાંચન પ્રવૃત્તિ અહેવાલPDF
૧૦હાથ-મોં સ્વચ્છતા સુવિધાના ફોટોગ્રાફ્સ અને વ્યક્તિગત સ્વચ્છતા કેળવણી અહેવાલJPEG/PNG, PDF
૧૧વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કારકિર્દી માર્ગદર્શન અહેવાલPDF

Leave a Comment