🗳️ SIR (Special Intensive Revision) 2025–26: મતદાર યાદી સુધારણા અંગેના તમામ 35 FAQ – સંપૂર્ણ માર્ગદર્શિકા
SIR Gujarat FAQ | Enumeration Form | Voter List Revision 2025–26 | Gujarat Voter List
ગુજરાતમાં Special Intensive Revision – SIR 2025–26 અંતર્ગત સમગ્ર રાજ્યમાં મતદારયાદીની વિશાળ સુધારણા પ્રક્રિયા ચાલી રહી છે. જે દરેક મતદારો માટે ખૂબ જ અગત્યનું કાર્ય છે.
આ બ્લોગ પોસ્ટમાં તમે PDFમાં આપેલા બધા 35 પ્રશ્નો–જવાબો એક જ જગ્યાએ સરળ ભાષામાં વાંચી શકશો.
SIR ની કામગીરી સારું જમા કરાવેલ ફોર્મ ઓનલાઈન સબમિટ થઈ ગયેલ છે કે નહિ તે જાણવું હોય તો
SIR ની કામગીરી સારું જમા કરાવેલ ફોર્મ ઓનલાઈન સબમિટ થઈ ગયેલ છે કે નહિ તે જાણવું હોય તો https://voters.eci.gov.in/ વેબસાઈટ ઉપર મોબાઇલ નંબર થી લોગીન કરી Fill Enumeration From ઉપર ક્લિક કરી રાજ્ય પસંદ કરવું ત્યારબાદ ચૂંટણીકાર્ડ નો નંબર દાખલ કરવો અને સર્ચ કરવું જેથી તમારી વિગતો ત્યાં દર્શાવેલ હશે જે ખાસ જોઈ લેવી, ત્યારબાદ નીચે મોબાઈલ નંબર એન્ટર કરી ઓટીપી ની પ્રક્રિયા પૂર્ણ કરવી એટલે નીચે તમારું ફોર્મ સબમિટ થયું હશે તો લખેલ આવશે કે Your form has already been submitted . If you wish to update the details, please contact your BLO. આવું લખેલું આવે અને નીચે રિસિપ્ટ ડાઉનલોડ નું બતાવે તો રિસિપ્ત ડાઉનલોડ પણ કરી લેવી એને સાચવી ને રાખવી,
2002 ની મતદાર યાદીમાં નામ શોધવા માટે અહીં ક્લિક કરો.
🔵 SIR વિશેના 35 મહત્વપૂર્ણ પ્રશ્નો–જવાબો (PDF આધારિત 100% Complete)
1. SIR એટલે શું?
SIR = Special Intensive Revision
ગુજરાતીમાં: મતદારયાદીનું ખાસ સઘન સુધારણા કાર્ય
2. SIRમાં શું કામગીરી થાય છે?
વર્ષ 2002ની મતદાર યાદીને બેઝ બનાવી નવી મતદારયાદી તૈયાર થાય છે.
3. SIRનો મુખ્ય હેતુ શું છે?
- પાત્ર મતદારનું નામ બાકી ન રહે
- અયોગ્ય અથવા અસ્તિત્વમાં ન હોય એવા નામો દૂર થાય
4. પાત્ર મતદાર કોણ?
- ભારતીય નાગરિક
- ઉમર 18 વર્ષથી વધુ
🕒 5. SIR 2025–26 નું સંપૂર્ણ શેડ્યૂલ (Schedule)
| પ્રક્રિયા | સમયગાળો |
|---|---|
| હાઉસ-ટુ-હાઉસ ગણતરી | 04-11-2025 થી 04-12-2025 |
| મુસ્લામતદાર યાદીનું પ્રકાશન | 09-12-2025 |
| હક-દાવા અને વાંધાના અરજીઓ | 09-12-2025 થી 08-01-2026 |
| નોટીસ, સુનાવણી, ચકાસણી | 09-12-2025 થી 31-01-2026 |
| આખરી મતદાર યાદી | 07-02-2026 |
6. SIR દરમિયાન કામગીરી કોણ કરે છે?
ERO (મતદાર નોંધણી અધિકારી) + BLO (Booth Level Officer)
7. ગણતરી ફોર્મ ક્યાંથી મળશે?
- BLO તમારા ઘરે આપશે
- ઓનલાઈન: https://voters.eci.gov.in
8. ગણતરી ફોર્મ સાથે પુરાવા આપવા જરૂરી છે?
❌ નહિ. ફક્ત ફોર્મમાં વિગતો ભરવાની છે.
9. મતદાર પોતે ઓનલાઈન ફોર્મ અપલોડ કરી શકે?
✔ હા.
10. ગણતરી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરીને ઓનલાઈન આપી શકાશે?
➡ voters.eci.gov.in
11. 2002ની મતદાર યાદીમાં પોતાનું નામ છે કે નહીં તે કેવી રીતે તપાસવું?
12. ખોટા BLO થી કેવી રીતે બચવું?
દરેક BLO પાસે સરકારી ઓળખકાર્ડ ફરજીયાત હોય છે.
13. BLO ફોર્મ લઈ જાય તો પાવતી મળે?
✔ BLO એક નકલ પર સહી કરીને આપશે.
14. આધાર કાર્ડ નાગરિકતા પુરાવો છે?
❌ નહિ. ફક્ત ઓળખ માટે.
15. BLO આવે અને ઘર બંધ હોય તો?
- BLO કુલ 3 વખત મુલાકાત લે છે
- પહેલેથી ફોર્મ સરકાવી જાય છે
16. મતદાર યાદીમાં નામ છે તો પણ ફોર્મ કેમ ભરવું?
દરેક પાત્ર નાગરિકની ફરીથી પુષ્ટિ કરવા માટે.
17. ફોર્મ ન ભરીએ તો ડ્રાફ્ટ યાદીમાં નામ આવશે?
❌ નહિ.
18. ફોર્મ ચૂકી જવાય તો શું કરવું?
- Form–6 + એફિડેવિટ સાથે હક-દાવા સમયગાળામાં અરજી કરવી.
19. BLO નો સંપર્ક કેવી રીતે મેળવવો?
➡ voters.eci.gov.in → “Book a Call with BLO”
🟩 જન્મના વર્ષ પ્રમાણે કયા પુરાવા જરૂરી?
20. 01/07/1987 પહેલા જન્મેલા મતદારો
→ નોટિસ મળે તો જ નાગરિકતા પુરાવો.
21. 01/07/1987 થી 02/12/2004 વચ્ચે જન્મેલા
→ પોતાનો જન્મ પુરાવો + માતા/પિતાની નાગરિકતા પુરાવો (જો mismatch હોય તો)
22. 02/12/2004 પછી જન્મેલા
→ પોતાનો જન્મ પુરાવો + માતા અને પિતાની નાગરિકતા પુરાવો (જો જરૂરી પડે)
23. મહિલાઓ (પત્ની/મહિલા મતદાર) માટે પુરાવા
- 2002ની યાદીમાં સાસરી/પિયરમાં નામ હોય તો પૂરતું
- નહીતર માતા/પિતાના પુરાવા ચાલશે
24. દસ્તાવેજો સેલ્ફ-અટેસ્ટેડ આપી શકાય?
✔ હા
25. ફોર્મ/દસ્તાવેજો BLA ને આપી શકાય?
✔ હા, જો તે પાર્ટીના માન્ય Booth Level Agent હોય
26. સ્થળાંતરિત મતદાર શું કરે?
- કુટુંબના સભ્ય દ્વારા ફોર્મ ભરાવી શકે
- અથવા ઓનલાઈન ભરી શકે
- અથવા મામલતદાર કચેરીમાં સાથે મદદ ઉપલબ્ધ
27. ક્યારે નામ મુસદ્દા યાદીમાં નહીં આવે?
- ફોર્મ ન આપ્યું હોય
- ખોટું/અધૂરું ફોર્મ આપ્યું હોય
28. નામ મુસદ્દામાં ન હોય તો જાણ થશે?
✔ યાદી અલગથી જાહેર થશે
✔ નોટિસ નહિ મળે
29. 2002 Mapping શા માટે મહત્વનું?
→ 2002ની યાદીમાં પોતાનું અથવા વંશજોનું મેળ થાય તો પુરાવા આપવાની જરૂર નહિ પડે.
30. મુસદ્દામાં નામ હોય તો પણ નોટિસ મળી શકે?
✔ હા, જો વિગતો mismatch હોય
31. નોટિસનો જવાબ ન આપીએ તો શું થશે?
- ERO સુનાવણી આપશે
- પુરાવા ન મળે તો નામ કાપી શકે
32. નામ કાપવામાં આવે તો અપીલ ક્યાં કરવી?
1️⃣ પ્રથમ અપીલ → જિલ્લા ચૂંટણી અધિકારી
2️⃣ બીજી અપીલ → મુખ્ય નિવાચન અધિકારી (30 દિવસની અંદર)
🟧 33. માન્ય પુરાવાઓની સંપૂર્ણ યાદી (13 Documents List)
- સરકાર/PSU ઓળખપત્ર
- 1987 પહેલાંના સરકારી દસ્તાવેજો
- જન્મ પ્રમાણપત્ર
- પાસપોર્ટ
- મેટ્રિક પ્રમાણપત્ર
- રહેઠાણ પ્રમાણપત્ર
- વન અધિકાર પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- કુટુંબ રજીસ્ટર
- જમીન/મકાન ફાળવણી પત્ર
- NRC નો રેકોર્ડ
- આધાર (ફક્ત ઓળખ માટે)
- બિહાર SIR વોટર લિસ્ટનો અંશ (જે જરૂરી હોય તેને માટે)
34. વિમુક્ત/ઘુમંતુ સમુદાય પાસે પુરાવા ન હોય તો?
ERO પોતાના વિવેકથી, નાગરિકતા અને વય અંગે સંતોષ થાય તો નામ દાખલ કરી શકે.
35. SIR Control Room / Helpline નો રોલ
SIR સંબંધિત તમામ પ્રશ્નોના નિરાકરણ માટે Toll-Free નંબર: 1950
તમામ પ્રશ્નો ના જવાબો ની FAQ જોવા માટે અહીં ક્લિક કરો
🗳️ સાચી મતદાર યાદી — મજબૂત લોકશાહી
SIR 2025–26 એ દરેક નાગરિક માટે અગત્યની પ્રક્રિયા છે.
દરેક મતદારે પોતાની માહિતી સાચી પૂરું પાડવી — રાષ્ટ્રની લોકશાહી માટેનું યોગદાન છે.